રાજકોટમાં નકલી કારોબારની બોલબાલા, નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પડાવ્યા પૈસા

B INDIA રાજકોટ : રાજકોટમાં ફરી નકલી પોલીસનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પૈસા પડાવી લીધા હતા. બાઈક ચાલકને નકલી કેસમાં ફસાવી દેનારા બે શખ્સ સામે થોરાળ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નકલી શખ્સોને શોધવા CCTVના આધારે શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમૂલ સર્કલ પાસે બાઈક ચાલકને અજાણ્યા બે શખ્સોએ રોકી લીધો હતો. આ બંને શખ્સોએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. એટલે બાઈક ચાલક તેમના રોકવાથી ઉભો રહ્યો. આ દરમ્યાન બંને શખ્સોએ બાઈક ચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસની ઓળખ આપનાર બંને શખ્સોએ ચાલકને ધમકી આપી કે, જો તું અમને રૂપિયા નહીં આપે તો તારું નામ પોલીસ ચોપડે ચઢી જશે. અને તું પોતાને નિર્દોષ સાબિત…