દીપેન્દ્ર ગોયલે ઇટરનલના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ સંભાળશે કમાન
ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોની પેરેન્ટ કંપની, ઈટરનલને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દીપેન્દ્ર ગોયલે 1 ફેબ્રુઆરી, 2026 થી ઇટરનલના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોર્ડે વાઇસ ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિમણૂક માટે તેમના નામની ભલામણ કરી છે, જ્યારે બ્લિંકિટના અલબિંદર સિંહ ધીંડસા કંપનીના નવા CEO તરીકે દીપેન્દ્ર ગોયલનું સ્થાન લેશે.કંપનીએ બુધવારે આ જાહેરાત કરી હતી. ઇટરનલ દ્વારા આજે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના તેના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેની સાથે કંપનીમાં મોટા ફેરફારોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇટરનલ દ્વારા એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે શેરધારકોની મંજૂરી મળ્યા પછી, દીપેન્દ્ર ગોયલ આગામી 5 વર્ષ માટે કંપનીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર બનશે. 1 ફેબ્રુઆરી, 2026 થી,…











