એપ્સ્ટેઇન ફાઇલ્સમાં પુતિનની એન્ટ્રી ! રશિયન રાષ્ટ્રપતિનું નામ દેખાયું આટલી વખત
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપ્સ્ટેઇન ફાઇલોએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ લાખો પાનાના દસ્તાવેજોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ ઓછામાં ઓછું 1,005 વખત દેખાય છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના સંદર્ભો ન્યૂઝ ક્લિપિંગ્સ અથવા એપ્સ્ટેઇનને મોકલવામાં આવેલા અહેવાલો સાથે સંબંધિત છે, પરંતુ કેટલાક ઇમેઇલ્સમાં એપ્સ્ટેઇન દ્વારા પુતિન સાથે મુલાકાત ગોઠવવાના વારંવાર પ્રયાસોની વિગતો આપવામાં આવી છે. જો કે, આ ફાઇલોમાં એવું કંઈ સાબિત થતું નથી કે બંને ખરેખર ક્યારેય મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, એપ્સટાઇને રશિયન અધિકારીઓ, ભૂતપૂર્વ રાજદૂતો અને FSB સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખુલાસાથી હનીટ્રેપ અને જાસૂસીની અટકળોને વેગ મળ્યો છે. રિપોર્ટ બાદ, પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે તપાસની જાહેરાત કરી, તેને રશિયન ગુપ્તચર એજન્સીઓ સાથે…







