ભારત ચૂંટણી પંચ દ્વારા IICDEM-2026નું આયોજન, લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર વૈશ્વિક પરિષદ

ભારતનું ચૂંટણી પંચ (ECI) સૌપ્રથમ વખત ભારતની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IICDEM) 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) દ્વારા તા. 21 જાન્યુઆરીથી શરૂ થનારી 3-દિવસીય પરિષદ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઉદ્ઘાટન સત્રમાં પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. IICDEM 2026 એ લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારત દ્વારા આયોજિત આ પ્રકારની સૌથી મોટી વૈશ્વિક પરિષદ બનવા માટે તૈયાર છે. વિશ્વભરના 70 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 100 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ, ભારતમાં વિદેશી મિશનોના પ્રતિનિધિઓ અને ચૂંટણી ક્ષેત્રના નિષ્ણાતો તેમાં ભાગ લેશે.…

ECI એ લોન્ચ કરી નવી એપ, ચૂંટણી સંબંધિત તમામ માહિતી મળશે એક જ જગ્યાએ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા એક નવું ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. ચૂંટણી પંચનું આ પગલું કરોડો મતદારો, ચૂંટણી અધિકારીઓ અને વિવિધ ચૂંટણી પક્ષોના નેતાઓને મોટી સુવિધા પૂરી પાડશે. ECI નું આ નવું ડિજિટલ પ્લેટફોર્મ ઘણા કાર્યોને ખૂબ જ સરળ બનાવશે. ચૂંટણી પંચ દ્વારા ECINET નામનું એક જ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. દેશભરના કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ એપ અને વેબ દ્વારા કરી શકશે. આ પ્લેટફોર્મની મદદથી, ચૂંટણી સંબંધિત ઘણા કાર્યો એક જ જગ્યાએ કરી શકાય છે. રવિવારે મતદાન પેનલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અનેક જુદી જુદી એપથી મળ્યો છુટકારો ECINET ચૂંટણી સંબંધિત ઘણા…