ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની ફાળવણી (Reservation Allocation) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણય મુજબ, આ બંને નગરપાલિકાઓની બેઠકો હવે નવેસરથી નક્કી કરવામાં આવશે અને નવો આદેશ બહાર પાડાયા પછી જ આગામી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. શહેરા નગર પાલિકા વિસ્તારનો ફેરફાર પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકામાં હવે નીચેના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરિઆલ, ઝોઝ, મીઠાપુર, ખરેડિયા ગૃપ, લાભી, હાંસેલાવ, ભદ્રાલા, વાંટા-વછોડા જૂથ ગ્રામ પંચાયત. આ વિસ્તારો ઉમેરાતા શહેરા નગરપાલિકાની હાલની અનામત બેઠકોની ફાળવણી અમાન્ય ગણવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નવો વિસ્તાર મુજબની બેઠક ફાળવણી થયા પછી જ નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. ડભોઈ નગર પાલિકા વિસ્તારનો ફેરફાર વડોદરા જિલ્લાના ડભોઈ નગર પાલિકાના વિસ્તારમાં પણ નવા ગામોનો સમાવેશ થયો છે વેગા, કાજાપુર, તરસાણા અને ટીંબી ગ્રામ પંચાયત. આ વિસ્તારો જોડાતા ડભોઈ નગરપાલિકાની અનામત બેઠકો પણ રદ થઈ ગઈ છે અને નવો આદેશ બહાર પડે ત્યાં સુધી અગાઉની ફાળવણી અમલમાં રહેશે નહીં. હવે નવી બેઠક ફાળવણીની પ્રક્રિયા શરૂ થશે ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર, બંને નગરપાલિકાઓમાં નવા વિસ્તારમાં વસ્તી, જાતિગત માપદંડ અને અન્ય પરિમાણો મુજબ નવી અનામત બેઠક ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની સૂચના જાહેર થવા પહેલાં જ આ પ્રક્રિયા પૂર્ણ થશે તેવી સંભાવના છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in