રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ, BBPS દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા. હવે આ સુવિધામાં…