Dwarka : દ્વારકામાં ₹92.70 કરોડના ખર્ચે બનશે શ્રીકૃષ્ણ મ્યુઝિયમ… Spiritual

Dwarkaમાં ₹92.70 કરોડના ખર્ચે બનશે શ્રીકૃષ્ણ મ્યુઝિયમ: 9 ગેલેરીમાં બાળલીલાથી મહાભારત સુધીની ગાથા, 3D પ્રોજેક્શન મેપિંગ અને લાઇટ-સાઉન્ડ શો બનશે આકર્ષણ દેવભૂમિ Dwarka: ભગવાન શ્રીકૃષ્ણની નગરી Dwarkaમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને નવી ઓળખ આપવા માટે આધુનિક મ્યુઝિયમ વિકસાવવાની યોજના આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રીકૃષ્ણના જીવન, તેમની બાળલીલાઓ, દ્વારકાના રાજા તરીકેના જીવન અને મહાભારત સાથે જોડાયેલા પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરવાનો આ વિચાર છે. મ્યુઝિયમની નવ ગેલેરીઓમાં ભગવાન શ્રીકૃષ્ણની જીવનગાથા દર્શાવવાનું આયોજન છે. 3D પ્રોજેક્શન મેપિંગ, લાઇટ-સાઉન્ડ શો અને ઇમર્સિવ વિઝ્યુઅલ અનુભવ જેવા આકર્ષણો દ્વારા મુલાકાતીઓને માત્ર પ્રદર્શન જોવા નહીં, પરંતુ કૃષ્ણકથાનો જીવંત અનુભવ કરાવવાનો હેતુ છે. આ પ્રોજેક્ટથી Dwarkaની ધાર્મિક ઓળખની સાથે સાંસ્કૃતિક વારસો અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. ગુજરાતના જાણીતા તીર્થધામોમાં સ્થાન…