રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: ઓપરેશન સિંદૂરથી સિંધુ જળ સંધિ સુધી અનેક મુદ્દાનો ઉલ્લેખ

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતની વિકાસયાત્રા, રાષ્ટ્રીય એકતા, સુરક્ષા, આતંકવાદ સામેની લડત, સશસ્ત્ર દળોની ક્ષમતા અને વિકસિત ભારતના સંકલ્પ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અને કેન્દ્ર સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં પણ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના આ સંબોધનની પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને યાદ કરતાં જણાવ્યું કે ભારતની આઝાદી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ દેશના નાગરિકોના સતત પ્રયાસો અને જવાબદારી સાથે જોડાયેલી યાત્રા છે. તેમણે ભારતને વધુ વિકસિત, આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની એકતા અને અખંડિતતાના સંદર્ભમાં…

PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિ અપમાન મુદ્દે કહ્યું, “TMCએ તમામ મર્યાદાઓ પાર કરી”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તાજેતરના કાર્યક્રમને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે TMCએ “બધી મર્યાદાઓ પાર કરી” છે અને રાષ્ટ્રપતિના અપમાન માટે જવાબદાર છે. PM મોદીએ શું કહ્યું વડાપ્રધાન મોદીએ સૌને યાદ અપાવ્યું કે રાષ્ટ્રપતિ પદની મૂલ્યવાનતા અને સૌજન્યનું હંમેશા સન્માન થવું જોઈએ. આ પોસ્ટ દ્વારા વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિ પદ અથવા તેની પ્રતિષ્ઠા પર પ્રહારો ન કરે. આ ઘટનાને લઈને રાજકીય દળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. વડાપ્રધાનના નિવેદનથી સાબિત થાય છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના સન્માનની કડક સુરક્ષા માટે જાગૃત છે. પરિસ્થિતિ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કાર્યક્રમનું આયોજન નાનું હતું અને મોટી સંખ્યામાં સંથાલ…

International Fleet Review: દ્રૌપદી મુર્મુ કરશે કાફલાને સલામી, MiG-29K, HAL Tejas અને Boeing P-8I ઉડાન ભરશે

વિશાખાપટ્ટનમના દરિયા કિનારે યોજાઈ રહેલા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ (IFR)માં આજે ભારતીય નૌકાદળ પોતાની વધતી જતી સમુદ્રી શક્તિનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વદેશી યુદ્ધ જહાજ INS સુમેધા પરથી બંગાળની ખાડીમાં આંતરરાષ્ટ્રીય કાફલાનું નિરીક્ષણ કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં ભારત સહિત 70થી વધુ દેશોના જહાજો અને સબમરીન ભાગ લઈ રહ્યા છે. 50થી વધુ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર દ્વારા ફ્લાય-પાસ્ટ કરવામાં આવશે, જેમાં MiG-29K, HAL તેજસ, Boeing P-8I અને Sea King હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. નૌકાદળના MARCOS કમાન્ડો ખાસ યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ ભારતની દરિયાઈ રાજદ્વારી અને લશ્કરી શક્તિ બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિલન 2026 જેવી વૈશ્વિક નૌકાદળ કસરત સાથે યોજાતું આ આયોજન ભારતના વધતા વૈશ્વિક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.   Follow us On Social…

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર તહેવાર છે, જે દેશની દિશા અને સ્થિતિ પર ચિંતન કરવાની તક આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારત પોતાના રાષ્ટ્રીય ભાગ્યનો નિર્માતા બન્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થપાયું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો પર આધારિત છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો બનાવે છે. આ આદર્શો બંધારણના નિર્માતાઓની દૃષ્ટિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર વલ્લભભાઈ પટેલની…

જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સફારી મુલાકાત, સાવજ દર્શન અને આદિવાસી મહિલાઓ સાથે સંવાદ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈ સાસણ ગિર સફારી પાર્કમાં સાવજ દર્શન કર્યા હતા અને સાથે સાથે આદિવાસી સમુદાયના લોકોને મળીને સંવાદ કર્યો હતો. 20થી વધુ સાવજોની મુલાકાત, રાષ્ટ્રપતિ ખુશખુશાલ દ્રૌપદી મુર્મૂએ સફારી પાર્કમાં ત્રણ અલગ-અલગ રૂટ પરથી સફારીનો આનંદ માણ્યો, જેમાં તેમને કુલ 20થી વધુ સિંહોના દર્શન કરાવાયા હતા. – પ્રથમ ગ્રુપ: 12 સિંહો – બીજું ગ્રુપ: 7 સાવજ – ત્રીજું ગ્રુપ: એક સિંહ-બેલડીનો જોડીદાર દેખાડાયો ભંભા ફોડ નાકાથી રાષ્ટ્રપતિએ પ્રવેશ કર્યો હતો અને વિભિન્ન રૂટ પર નૈસર્ગિક સૌંદર્ય અને જીવોના સંરક્ષણનું નિહાળન કર્યું. અધિકારીઓએ તેમને સિંહોની આદતો, રહેણાક વિસ્તાર, ખોરાક અને જૈવિક વ્યવસ્થાની માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સફારી પાર્ક નાગરિકો માટે…