જાણો કોણ છે એ યુવતી જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામ સંધિ મુકાઇ છે જોખમમમાં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવાર (25 જાન્યુઆરી) સુધી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ હાલમાં તેમાં અવરોધ ઉભો થયો છે. એક છોકરીને કારણે પરિસ્થિતિ થોડી બદલાઈ. આ છોકરીનું નામ અરબેલ યેહુદ છે. અરબેલ યેહુદ એક ઇઝરાયેલી નાગરિક છે, જે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલમાં પ્રવેશ્યા પછી હમાસ દ્વારા અપહરણ કરાયેલા બંધકોમાંથી એક છે. ગાઝામાં યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસ આ બંધકોને અલગ બેચમાં મુક્ત કરી રહ્યું છે, તેના બદલામાં ઇઝરાયેલ પણ કેદીઓને મુક્ત કરી રહ્યું છે. આ ક્રમમાં, શનિવારે, હમાસે બીજા બેચમાં ચાર મહિલા બંધકોને મુક્ત કર્યા. ઈઝરાયલે તેના બદલામાં 200 કેદીઓને પણ મુક્ત કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.ઈઝરાયેલે કહ્યું કે શનિવારે…