ટ્રમ્પ સરકારની આ મહિલા નેતાએ કહ્યુ ‘અમેરિકન વાઇન પર ભારત 150 ટકા ટેરિફ લગાવે છે’
એક તરફ ભારત, કેનેડા સહિતના દેશોમાં ટ્રમ્પ દ્વારા તેમની પેદાશોની આયાત પર લાદવામાં આવેલા ઉંચા ટેરીફ ચર્ચામાં છે.. ત્યાં બીજી તરફ મંગળવારે યુએસ વ્હાઇટ હાઉસ ખાતે, વિશ્વના ઘણા દેશો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પર લાદવામાં આવેલા ટેરિફ પર ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં ભારત અને કેનેડાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ટેરિફની ચર્ચા કરતી વખતે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ઘણા ઊંચા ટેરિફ લાદે છે અને તેમાંથી નફો કમાય છે. ભારત વિશે ખાસ વાત કરતાં તેમણે કહ્યું, “અમેરિકન વાઇન પર ભારતમાં 150 ટકા ટેરિફ લાગે છે. બીજી તરફ ભારતમાં અમેરિકન કૃષિ ઉપકરણો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. કેરોલિન લેવિટે ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ પર વાત…







