ભારતે ચીની મિસાઇલ તોડી પાડી, પાકિસ્તાન આપણી ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયું: IAF

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વાયુસેનાએ કહ્યું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અમને જવાબ આપવાની ફરજ પડી. પાકિસ્તાન તરફથી ચીની મિસાઇલોથી અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે અમારી હવાઈ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયા. આપણી ડિફેન્સ સિસ્ટમે રસ્તામાં જ આ મિસાઇલોનો નાશ કર્યો. વાયુસેના વતી મીડિયાને સંબોધતા એર માર્શલ ભારતીએ કહ્યું, “અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર માત્ર તેમને ખતમ કરવા માટે સચોટ હુમલા કર્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાએ તે પોતાના પર લઈ લીધું. અમારો ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના સાથે યુદ્ધ કરવાનો કે તેમના ઠેકાણાઓને નિશાન બનાવવાનો નહોતો. આ વાત અમે અગાઉ પણ સ્પષ્ટ…