એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શનનો લહાવો; પરિક્રમાનો દિવ્ય સંગમ

શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે. એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.…

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 30-01-2026 થી તા. 01-02-2026 (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026′ નું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.…

પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત

આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય વાતાવરણ રહેલું હતું. રવિવારની જાહેર રજાના કારણે સામાન્ય દિવસોની તુલનામાં ભક્તોનો ઘમાસાણ વધ્યો હતો. સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલાતા જ, હજારો ભક્તોએ લાંબી કતારમાં ઉભા રહી માતાજીના દર્શન માટે આતુરતા દર્શાવી. બપોર સુધી લગભગ 1 થી 1.5 લાખ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા, જ્યારે સમગ્ર દિવસે બે લાખથી વધુ ભક્તોએ પાવાગઢના આ ધાર્મિક સ્થળ પર માતાજીની આરાધના કરી હતી. મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ભારે ધુમ્મસ અને હળવા વરસાદ સાથે तेज પવન પણ છવાયેલું હતું. રોપ-વે સેવા અનિયમિત હોવા છતાં ભક્તોએ પગપાળા ચઢવા પસંદ…