Vadodara : વડોદરાની M.S.યુનિવર્સિટીની વિવાદમાં, વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા

વડોદરાની M.S.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં M.S.યુનિવર્સિટીની લાલિયાવાડી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં 70 વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા હતા. આ પણ વાચો :- Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિદ્યાર્થીઓ મહેનત કરીને પરિક્ષાઓ આપતા હોય છે. મુખ્ય પરિક્ષા પહેલા ઇન્ટરનલ પરિક્ષા લેવામાં આવતી હોય છે. જેના માર્કસની ગણતરી મુખ્ય પરિક્ષામાં કરાય છે. જેના આધારે ફાઇનલ માર્ક નક્કી થાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હોવા છતાં તેમને ગેરહાજર દાખવવામાં આવતા વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ…

NZ vs PAK 2nd T20I: સલમાન આગાની શાનદાર બેટિંગ, પરંતુ બાબર આઝમ આ સિદ્ધિ ચૂકી ગયો

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી20 મેચ 9 વિકેટે હાર્યા બાદ પાકિસ્તાને મંગળવારે પાંચ મેચોની શ્રેણીની બીજી મેચમાં થોડું વલણ દર્શાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં પ્રથમ બેટિંગ કરવાની તક મળતાં ન્યૂઝીલેન્ડે 15 ઓવરમાં 9 વિકેટે 135 રન બનાવ્યા હતા. ડ્યુનેડિનમાં વરસાદને કારણે મેચ 15 ઓવરની નક્કી કરવામાં આવી હતી, જેથી કેપ્ટન સલમાન આગા (46 રન, 28 બોલ, 4 ચોગ્ગા, 3 છગ્ગા)ની વિસ્ફોટક બેટિંગના કારણે પાકિસ્તાને 9 વિકેટે 135 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. તેમના સિવાય શાદાબ ખાન (26) અને શાહીન આફ્રિદી (22)એ નીચલા ક્રમમાં ઉપયોગી ઇનિંગ્સ રમી હતી, પરંતુ કેપ્ટન સલામાન આગાનું વલણ ચર્ચામાં રહ્યું હતું. જો કે, તે પૂર્વ કેપ્ટન બાબર આઝમના પરાક્રમ સાથે મેચ કરવામાં ચૂકી ગયો હતો. જો આગાએ અડધી સદી ફટકારી હોત…

Ahmedabad : અમદાવાદની LG હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

અમદાવાદની LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા વિપક્ષના નેતાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિપક્ષ નેતાએ LG હોસ્પિટલની મુલાકાત કરી કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા હતા. LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા અનેક દર્દીઓને હાલાકી પડી હતી. LG હોસ્પિટલનું વાર્ષિક બિલ કરોડોનું છતાં લાઇટમાં ધાંધિયાને લઇને વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર નિશાન તાક્યું હતું. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા લાઇટ બિલ ભરવા છતાં એલજી હોસ્પિટલમાં લાઇટ સપ્લાયના ધાંધિયાને લઇને તેમણે કહ્યું કે જે અધિકારીઓની બેદરકારી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જો કે પાવર સપ્લાય કટ થવાની ઘટના પહેલીવાર બની હોવાનો હોસ્પિટલે ખુલાસો કર્યો. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર,…