દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વિદેશથી MBBS કરેલા ડોક્ટરોની વિગતો માંગાઈ

દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ બની રહી છે. દિલ્હી પોલીસે NIA સાથે મળીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને નોટિસ જારી કરી છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE અને ચીનમાંથી MBBS કરેલા અને હાલમાં દિલ્હીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સંપૂર્ણ માહિતી તાત્કાલિક સોંપવા જણાવાયું છે. NIAની તપાસમાં નવી વિગતો બહાર આવી લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબીના સંપર્કો અંગે પણ NIA તપાસ કરી રહી છે. ખાસ કરીને ઉમર નબી અને અલ-ફલાહ યુનિવર્સિટીના એક ડોક્ટર વચ્ચેના સંભવિત સંબંધોને લઈને એજન્સી સતર્ક છે. NIAએ અત્યાર સુધી યુનિવર્સિટીના 30 ડોક્ટરોના નિવેદનો નોંધ્યા છે. સાથી ડોકટર્સે કહ્યું છે કે ઉમર નબીનો સ્વભાવ અત્યંત અજીબ હતો અને તે પોતાના રૂમમાં માત્ર…

દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો

દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…