IPL 2025: કેએલ રાહુલ કે ફાફ ડુ પ્લેસિસ નહીં, પરંતુ આ ભારતીય સ્ટાર બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન

ક્રિકેટપ્રેમીઓની રાહ જોવાની ઘડી પૂરી થઈ ગઈ છે. આખરે, IPL 2025 શરૂ થવાના એક અઠવાડિયા પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. આ બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ છે. અક્ષર પહેલા, ગત સિઝન સુધી ટીમનો નિયમિત કેપ્ટન ઋષભ પંત હતો. જોકે, હવે પંત લખનૌ સુપર જાયન્ટ્સના કાફલામાં સામેલ થઈ ગયા છે. જે પછી લોકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા કે હવે ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશિપની જવાબદારી કયા ખેલાડીના ખભા પર મૂકવામાં આવી છે. કારણ કે ટીમમાં કેએલ રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા અન્ય મોટા નામ પણ હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેના સૌથી વિશ્વાસુ ખેલાડી અક્ષર પટેલના ખભા પર મહત્વની જવાબદારી મૂકી છે. આ પણ વાંચો :-…