ભારત ખરીદશે 114 રાફેલ ફાઈટર જેટ્સ, ફ્રાન્સ સાથે થશે આ અઠવાડિયે મહત્વની ચર્ચા
ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારીમાં છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ વિશાળ સોદા પર આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. મોટાભાગના રાફેલ ભારતમાં બનશે આ સોદાની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં આત્મનિર્ભર ભારત અભિયાનને ખાસ પ્રોત્સાહન મળશે. મળતી માહિતી અનુસાર, 114 રાફેલ વિમાનોમાંથી મોટાભાગના વિમાનોનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. તેમાં લગભગ 30 ટકા સુધીના ઘટકો અને ટેકનોલોજી સ્વદેશી હશે, જે ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા સીધી ડિલિવરી સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 12થી 18…
ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટ ડીલની તૈયારી, ભારતીય વાયુસેનાને મળશે વધારાના આધુનિક વિમાન
ભારત પોતાની રક્ષાક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાને વધારાના રાફેલ ફાઈટર જેટ મળી શકે છે. જૂના ફાઈટર વિમાનો નિવૃત્ત થવાના કારણે ઊભી થયેલી ખામી પૂરી કરવા માટે આ ડીલને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સોદાની મુખ્ય વિશેષતાઓ આ સંભવિત ડીલ હેઠળ રાફેલ ફાઈટર જેટના મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલને વેગ આપશે. આ પગલું ભારતીય સંરક્ષણ ઉદ્યોગને નવી દિશા આપશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત કરશે. ભારત-ફ્રાંસ વચ્ચે તીવ્ર વાટાઘાટો અહેવાલો મુજબ, ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટને લઈને વાટાઘાટો હાલ નિર્ણાયક તબક્કામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ…








