કોલંબિયામાં 7.4ના ભૂકંપથી ભારે તારાજીઃ 47થી વધુ લોકોનાં મોત, અનેક ઇમારતો ધરાશાયી
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી પશ્ચિમી કોલંબિયાના અનેક વિસ્તારોમાં ઇમારતોને નુકસાન થયું છે અને કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે. તાજા અહેવાલો મુજબ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 47 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના તીવ્ર આંચકા મેડેલિન, બોગોટા અને કેલી સહિતના શહેરોમાં અનુભવાયા હતા. આંચકા અનુભવાતા જ અનેક વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરો, ઓફિસો અને અન્ય ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. પશ્ચિમી વિસ્તારોમાં કેટલીક ઇમારતો ધરાશાયી થતાં લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સેન જોસ ડેલ પાલમાર પાસે ભૂકંપનું કેન્દ્ર…






