ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ખાસ રાહત, વહેલા પગાર ચુકવણીનો નિર્ણય

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો રાહતભર્યો નિર્ણય લીધો છે. ઓક્ટોબર-2025ના પગાર અને પેન્શનને વહેલું ચુકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી કર્મચારીઓ તહેવાર સારી રીતે મનાવી શકે. પગાર ચુકવણી પહેલાં થશે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓનો પગાર માસના અંતે પછીના માસના પ્રથમ ત્રણ દિવસમાં આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે તહેવારને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર-2025ના પગાર અને પેન્શન 14, 15 અને 16 ઓક્ટોબર 2025ના રોજ તબક્કાવાર ચુકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારે 8 ઓક્ટોબર, 2025ના રોજ છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભાર્થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો નિર્ણય કર્યો હતો. સાતમા પગાર પંચ ધરાવતા કર્મચારીઓને 3% અને છઠ્ઠા પગાર પંચ ધરાવતા કર્મચારીઓને 5% વધારાનો લાભ 1 જુલાઈ 2025થી…