🚨 “લાલચમાં ના પડો, મહેનતની કમાણી સાયબર ઠગોથી બચાવો!”

વલસાડમાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું આચરવામાં આવેલું મોટું કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની લાલચ આપી સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી હડપ કરતી આ ટોળકીએ વલસાડ જિલ્લાના અનેક રોકાણકારોને નિશાન બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. 🚨 કેવી રીતે આચરવામાં આવ્યું કરોડોનું કૌભાંડ? પ્રાપ્ત વિગતો અનુસાર, ઠગ ટોળકી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપ ગ્રૂપ્સ દ્વારા સામાન્ય નાગરિકોનો સંપર્ક કરવામાં આવતો હતો. શરૂઆતમાં રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે જાણીતી શેરબજારની સંસ્થાઓના નામે નકલી ટ્રેડિંગ એપ્લિકેશન અને વેબસાઇટ્સ તૈયાર કરવામાં આવી હતી. શરૂઆતી રોકાણ પર ડિજિટલ સ્ક્રીન પર મોટો નફો દર્શાવીને, વધારે રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવતું હતું. જ્યારે રોકાણકારો પોતાના પૈસા પાછા ખેંચવાનો (Withdraw) પ્રયાસ કરતા, ત્યારે ટેક્સ અને…