સાબરમતી તટે ‘વોકલ ફોર લોકલ’ મેળા: 7 દિવસમાં આદિવાસી હસ્તકલાકારોને રૂ. 15 લાખની કમાણી

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહી માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ એક સશક્ત આદિવાસી સમાજની ગાથા રજૂ કરવામાં આવી હતી. ઊર્જાવાન અને પ્રજાસેવક આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળાએ શહેરીજનોને સીધા જ આદિવાસી લોકજીવન સાથે જોડી દીધા હતા. ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના 13 જેટલા…

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ

સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મોડી રાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જિલ્લાક્ષમીઓ, સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા. તડામાર તૈયારીઓ શરૂ જૂનાગઢ વહીવટી તંત્ર છેલ્લા દિવસોથી મેળાને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું અને રવેડી રૂટનું આયોજન કરવું તે મુખ્ય કાર્યો છે. જિલ્લામાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી તૈયારીઓને ઝડપ આપી હતી. મીની કુંભ તરીકે આયોજન મીની કુંભ તરીકે આ વર્ષના મહાશિવરાત્રી મેળામાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને મહાદેવગીરી બાપુ,…