સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે: – પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર – રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર – હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર…