રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટરો નહીં રમી શકે IPL ?, BCCIના નિયમે વધાર્યું ટેન્શન
ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI ખૂબ જ સક્રિય થઈ ગયું છે. એક નવી ‘૧૦-પોઇન્ટ પોલિસી’ લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૦ નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે ખેલાડીઓએ હવેથી અનુસરવા પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીમમાં શિસ્ત, એકતા અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. પરંતુ એક એવો નિયમ છે, જેના કારણે ખેલાડીને પગાર કાપ અને IPLમાંથી પ્રતિબંધ જેવી સજાનો સામનો કરવો પડી શકે છે. -> BCCI દ્વારા આ સ્પષ્ટ કહેવાયું :- હવે બધા ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ઘણા કડક નિયમો પણ જારી કરવામાં આવ્યા છે. બોર્ડે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સજા ભોગવવી પડશે. એક નવા નિયમમાં…







