Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા. આ દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડવામાં…







