gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. એટલે આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી ક્યાં કેટલું તાપમાન ? :- ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગાંધીનગર,…
ગુજરાતમાં શિવરાત્રી બાદ વધશે ગરમી, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ કર્યું જાહેર
ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. -> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો…








