Chotilaની નીલકંઠ સોસાયટીમાં ચોથા નોરતે ગરબાની રમઝટ… Spiritual 4
Chotilaની નીલકંઠ સોસાયટીમાં ચોથા નોરતે ગરબાની રમઝટ, રંગબેરંગી પરિધાનમાં સજ્જ ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં ઝૂમ્યા Chotila: નવરાત્રિના પાવન પર્વની Chotilaમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે Chotilaની નીલકંઠ સોસાયટીમાં ચોથા નોરતે ગરબાની ભવ્ય મહેફિલ જામી હતી. માતાજીની આરાધના અને ભક્તિના માહોલ વચ્ચે સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ગરબે ઘૂમીને નવરાત્રિની ઉજવણી કરી હતી. રંગબેરંગી પરિધાનમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાના તાલે મન મૂકીને નૃત્ય કર્યું હતું, જેના કારણે સમગ્ર સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું. અહેવાલ: લઘુભાઇ ધાધલ – > ચોથા નોરતે નીલકંઠ સોસાયટીમાં ગરબાની રમઝટ : નવરાત્રિ ગુજરાતનો લોકપ્રિય અને ધાર્મિક મહિમા ધરાવતો તહેવાર છે. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબા અને રાસની રમઝટ જોવા મળે છે. આ પર્વ દરમિયાન લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરીને…






