કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે,…







