💰 “સોના-ચાંદીના ભાવમાં હલચલ
આજે સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ફેરફાર, ખરીદદારોની નજર બજાર પર સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. કિંમતોમાં આવેલા આ ઉતાર-ચઢાવને કારણે રોકાણકારો, ઝવેરી વેપારીઓ તેમજ ઘરેણાં ખરીદવાની યોજના બનાવનારા લોકોની નજર બજાર પર ટકેલી છે. ખાસ કરીને લગ્નસરા અને તહેવારોની સિઝન નજીક આવતાં કિંમતોમાં થતો દરેક બદલાવ ખરીદીના નિર્ણયો પર સીધી અસર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ, ડોલરની મજબૂતી કે નબળાઈ, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, વ્યાજદર સંબંધિત નિર્ણયો અને ભૂરાજકીય ઘટનાઓ જેવી બાબતો સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. તેથી સ્થાનિક બજારમાં પણ દરરોજ કિંમતોમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રોકાણ કરતા પહેલા માત્ર આજના ભાવ જ નહીં પરંતુ લાંબા ગાળાના વલણ પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હો, તો અલગ-અલગ જ્વેલર્સ પાસે ભાવ અને મેકિંગ ચાર્જની સરખામણી કરવી ફાયદાકારક બની શકે છે. રોકાણના દૃષ્ટિકોણથી પણ સોનું લાંબા સમયથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જ્યારે ચાંદીમાં પણ ઔદ્યોગિક માંગ અને રોકાણકારોની રુચિને કારણે સમયાંતરે સારી તેજી જોવા મળે છે. જોકે કિંમતી ધાતુઓના ભાવ સતત બદલાતા હોવાથી બજારના અપડેટ પર નજર રાખવી જરૂરી છે. જો તમે આજે સોનું અથવા ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ખરીદી પહેલાં તમારા શહેરના તાજા દર જરૂર ચકાસો અને વિશ્વસનીય જ્વેલર પાસેથી જ ખરીદી કરો. યોગ્ય માહિતી સાથે લેવામાં આવેલો નિર્ણય તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
સોનાં-ચાંદીમાં ભારે ઉતારચઢાવ: ઊંચાઈએથી નીચે પટકાયા ભાવ, રોકાણકારો સતર્ક
નવા વર્ષની શરૂઆતમાં સોનું અને ચાંદીના ભાવોએ ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ હવે બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે 1,67,104 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ આશરે 36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારબાદ બજારમાં તેજ વેચવાલી જોવા મળી અને ભાવોમાં સતત ઘટાડો નોંધાયો. – 13 ફેબ્રુઆરીએ ચાંદી 2,44,360 રૂપિયા પર બંધ થઈ – એક સપ્તાહમાં 8,584 રૂપિયાનો ઉછાળો – શુક્રવારે 2,52,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી – તેમ છતાં, તે જાન્યુઆરીના સર્વોચ્ચ સ્તરથી ઘણું નીચે ટ્રેડ થઈ રહી છે. સોનામાં પણ સમાન પ્રવૃત્તિ 13 ફેબ્રુઆરીએ 10 ગ્રામ સોનાનો દર 1,55,895 રૂપિયા હતો. પાંચ કારોબારી દિવસોમાં 981 રૂપિયાનો વધારો થઈ 1,56,876 રૂપિયા થયો. પરંતુ 29 જાન્યુઆરીના 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરથી સોનું હજી પણ 36,220 રૂપિયા સસ્તુ છે. બજારના દર ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ: 24 કેરેટ સોનું : 1,55,066 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનું : 1,51,340 રૂપિયા 20 કેરેટ સોનું : 1,38,010 રૂપિયા 18 કેરેટ સોનું : 1,25,600 રૂપિયા ચાંદી : 2,50,314 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બજાર વિશ્લેષણ વિશ્વ બજારની પરિસ્થિતિ, માંગ-પુરવઠાનો સંતુલન અને રોકાણકારોની માનસિકતા કિંમતી ધાતુઓના ભાવને અસર કરે છે. વર્ષના પ્રારંભમાં થયેલા તીવ્ર ઉછાળા બાદ હવે ભાવોમાં સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ ઊંચા સ્તરેથી થયેલો ઘટાડો હજી ચર્ચાનો વિષય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો
મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ ઉછાળો આવી રૂપિયા 2.72 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ એક ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ શુક્રવારના બંધ ભાવ રૂપિયા 2,55,000 પ્રતિ કિલોગ્રામથી રૂપિયા 17,000 અથવા 6.66 ટકાની તેજી સાથે રૂપિયા 2,72,000 પ્રતિ કિલોગ્રામ થયો છે. તે જ સમયે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 1,300 અથવા 0.83 ટકા વધીને રૂપિયા 1,58,500 પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના સત્રમાં સોનું રૂપિયા 1,57,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને સટ્ટાકીય ખરીદીના કારણે સોમવારે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. હાલ ડોલર ઇન્ડેક્સ 97 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે લગભગ 0.30 ટકા ઘટ્યો છે અને તેના કારણે બુલિયન ભાવને ટેકો મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતા, ભૂરાજકીય પરિસ્થિતિ અને ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સતત નિવેદનોને કારણે સલામત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. હાજર ચાંદી 2.19 ડોલર અથવા 2.81 ટકા વધીને 80.21 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે, જ્યારે સોનાનો ભાવ એક ટકા વધીને 5,012.94 ડોલર પ્રતિ ઔંસ થયો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ
સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસે રૂ.32 હજારથી વધુનો ફેરફાર જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં રૂ.32,289ની મોટી ઉથલ-પાથલ MCX ફ્યુચર માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં શરૂઆતમાં તીવ્ર તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગઈકાલે ચાંદી રૂ.2,68,015 પર બંધ થઈ હતી, જ્યારે આજે (3 ફેબ્રુઆરી) માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 પર બંધ થયા છે. આ રીતે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1,015 (0.38%) નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.2,45,711 સુધી લપસ્યો હતો. આ પ્રમાણે આજે ચાંદીમાં કુલ રૂ.32,289 જેટલી મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ફેરફાર સોનાના ભાવમાં પણ આજે દિવસ દરમિયાન તેજી બાદ ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે સોનાનો ભાવ રૂ.1,53,809 પર બંધ થયો હતો, જ્યારે આજે MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.1,53,650 નોંધાયો છે. આ પ્રમાણે સોનાના ભાવમાં આજે રૂ.159 (0.10%) નો ઘટાડો થયો છે. દિવસ દરમિયાન સોનાનો ભાવ રૂ.1,53,806ની ટોચે પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.1,47,215 સુધી આવ્યો હતો. એટલે કે આજે સોનામાં દિવસ દરમિયાન રૂ.8,584 જેટલી ઉથલ-પાથલ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં સોનામાં તેજી વૈશ્વિક બજારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધી સોનાનો ભાવ $4,908.63 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાઈમાં $4,991.52 અને લોમાં $4,633.33 નોંધાયો છે. નોંધનીય છે કે સોનાનો 52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ $5,595.51 રહ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ચાંદીના ભાવમાં 2 લાખ રૂપિયાનો ઘટાડો, 1980 પછીનો મોટો ઝટકો
ચાંદીના ભાવમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 30 જાન્યુઆરીએ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 1980 બાદનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો. આ અસર ભારતના બજારમાં પણ જોવા મળી હતી અને 1 ફેબ્રુઆરીએ MCX પર ચાંદીના ભાવમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય બજેટ રજૂ થવાને કારણે 1 ફેબ્રુઆરીએ કોમોડિટી એક્સચેન્જ ખુલ્લી હતી, જેના કારણે ભારતીય બજારમાં પણ આ ઘટાડો વધુ સ્પષ્ટ બન્યો. રોકાણકારોને કેટલું નુકસાન? મીડિયા અહેવાલો મુજબ, સોનું અને ચાંદી બંનેમાં બે ટ્રેડિંગ સેશન દરમિયાન થયેલા ઘટાડાથી રોકાણકારોને કુલ મળીને અંદાજે 5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. આમાંથી સોનાના રોકાણકારોને લગભગ 3.5 ટ્રિલિયન ડોલર અને ચાંદીના રોકાણકારોને 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી શેરબજારમાં થયેલા નુકસાનને સોના અને ચાંદીમાં થયેલા વધારાથી સંતુલિત કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આ સુરક્ષિત ગણાતી સંપત્તિઓમાં પણ ઘટાડો થતાં રોકાણકારોમાં ચિંતા વધી છે. રેકોર્ડ લેવલ બાદ અચાનક ઘટાડો 29 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા. તે દિવસે સોનું લગભગ 1,83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 4,04,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી. આ રેકોર્ડ લેવલ બાદ ઘણા રોકાણકારો નફો બુક કરવા તરફ વળ્યા, જેના પરિણામે અચાનક ભારે વેચવાલી શરૂ થઈ. ખાસ કરીને ચાંદીમાં ઘટાડો વધુ રહ્યો છે, જે રોકાણકારો માટે ચોંકાવનારો સાબિત થયો છે. એક્સપર્ટ્સ શું કહે છે? બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને અમેરિકા સહિત વૈશ્વિક સ્તરે ચાંદીમાં થયેલો અતિશય વધારો ઘટાડાની દિશામાં જવાનો સંકેત આપી રહ્યો હતો. જોકે, આટલી ઝડપથી અને આટલા મોટા પ્રમાણમાં ઘટાડો થશે તેવી અપેક્ષા બહુ ઓછા લોકો પાસે હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે જેમના પોર્ટફોલિયોમાં માત્ર 5થી 10 ટકા બુલિયન (સોનું-ચાંદી) છે, તેમને વધુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જેમણે એસેટ એલોકેશનને અવગણીને ભારે પ્રમાણમાં સોના-ચાંદીમાં રોકાણ કર્યું છે, તેમને મોટો ફટકો લાગ્યો છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો મુખ્ય કારણ ચાંદીના ભાવમાં ઘટાડાનું એક મુખ્ય કારણ ગોલ્ડ-સિલ્વર રેશિયો માનવામાં આવી રહ્યું છે. હાલમાં આ રેશિયો 61ની ઉપર છે અને નિષ્ણાતો માને છે કે તે 70 સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો MCX પર ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોકાણકારો માટે સલાહ નિષ્ણાતો સલાહ આપે છે કે સતત વધતા ભાવોને જોઈને અંધાધૂંધ રોકાણ કરવું યોગ્ય નથી. વર્ષ 1980માં ચાંદીમાં લગભગ 90 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જે ઇતિહાસનું મહત્વનું ઉદાહરણ છે. આથી, સોના અને ચાંદીમાં વધુ પડતું રોકાણ કરનારા રોકાણકારોએ ધીરજ રાખવી અને યોગ્ય એસેટ એલોકેશનનું પાલન કરવું અત્યંત જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો
બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને જ્વેલર્સ તેમજ ટ્રેડરો પણ આશ્ચર્યમાં પડી ગયા. ચાંદીમાં મહાકડાકો: ચાંદીના ભાવમાં સૌથી વધુ અસર જોવા મળી. થોડા દિવસો પહેલા ₹4.20 લાખ પ્રતિ કિલો પહોંચેલી ચાંદી, અચાનક ઘટાડા પછી ₹3,28,000 થી ₹3,40,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારમાં ગભરાટ એટલો વ્યાપક હતો કે ચાંદીમાં લોઅર સર્કિટ પણ લાગવી પડી. સોનું પણ ધરમાર તૂટ્યું: સોનાના ભાવમાં પણ રાત્રે 10:30 વાગ્યા સુધી મોટું ગાબડું જોવા મળ્યું. રેકોર્ડ હાઈ ₹1.80 લાખની સપાટી વટાવ્યા બાદ સોનાનું ભાવ હવે ₹1,54,000 થી ₹1,56,000 ની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે, લગભગ ₹20,000 ની તૂટ નોંધાઈ છે. બજાર પટકાવાના મુખ્ય કારણો: – પ્રોફિટ બુકિંગ: છેલ્લા મહિનામાં ભાવમાં સતત તેજી પછી ટ્રેડરો દ્વારા નફો વસૂલવાનું શરૂ કરાયું. – ડૉલર ઇન્ડેક્સ: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડૉલર મજબૂત થવાના કારણે કિંમતી ધાતુઓ પર નકારાત્મક અસર. – વૈશ્વિક ગભરાટ: COMEX પર સોના-ચાંદી રેકોર્ડ સ્તરથી નીચે પડતા ભારતીય બજારમાં પેનિક સેલિંગ. રોકાણકારો અને ગ્રાહકો પર અસર: ઉંચા ભાવે રોકાણ કરનારા રોકાણકારો માટે આ કડાકો ચિંતાનો વિષય બન્યો છે. જોકે, સોનું-ચાંદી ખરીદવા ઈચ્છતા મધ્યમ વર્ગના ગ્રાહકો માટે ભાવઘટાડો આશાનું કિરણ લાવી શકે છે. હાલ બજાર અત્યંત વોલેટાઈલ છે અને ભાવ પ્રતિ સેકન્ડ બદલાઈ રહ્યા છે. સોમવારે બજાર ખુલ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું
બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹31,000નો ઉછાળો નોંધાયો. તેની સાથે ચાંદીનો ભાવ ₹3,75,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે આ તેજી અત્યંત અપ્રતિમ છે અને આગામી સમયમાં ચાંદી ₹૪ લાખની સપાટી પણ સ્પર્શી શકે છે. સોનામાં 5% જેટલો જંગી ઉછાળો સોનામાં એક જ સેશનમાં ₹8,000નો વધારો જોવા મળ્યો, જે ટકાવારી પ્રમાણે લગભગ 5% જેટલો છે. આ ઉછાળાના કારણે સોનું 10 ગ્રામ માટે ₹1,62,000 ની સપાટી સુધી પહોંચી ગયું છે. આ તેજી પાછળના મુખ્ય કારણો – અમેરિકા-યુરોપ તણાવ: અમેરિકાના ટેરિફ્સ અને વેપાર યુદ્ધના ભયના કારણે સોનાની માંગ વધેલી. – વેનેઝુએલા સંઘર્ષ: વેનેઝુએલામાં વધતા તણાવને લીધે રોકાણકાર સુરક્ષિત એસેટ્સ તરફ વળ્યા. – ડોલરની નબળાઈ: અમેરિકન ડોલરની કીમત ઘટવાથી સોનું-ચાંદી જેવી સેફ હેવન એસેટ્સમાં રોકાણ વધ્યું. આ તાજેતરની તેજી બુલિયન માર્કેટના જૂના સમીકરણોને જમાઈ ગઈ છે. તહેવાર અને લગ્નની સીઝન પહેલા જ સોનું-ચાંદી સામાન્ય લોકોની પહોચથી દુર થઈ ગયું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in















