જનોઈ બદલવાની તારીખ અંગે મૂંઝવણ દૂર: ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ યજ્ઞોપવિત બદલશે

બળેવ અને રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની તારીખ અને મુહૂર્તને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. અલગ-અલગ વેદશાખા અને પરંપરા મુજબ જનોઈ બદલવાની તારીખ અલગ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે જ્યોતિષાચાર્ય ડો. દિલીપભાઈ દવેએ સ્પષ્ટતા કરતાં કઈ શાખાના બ્રાહ્મણોએ કયા દિવસે જનોઈ બદલવી તે અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઋગ્વેદી બ્રાહ્મણોએ બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત બદલવાનું રહેશે. જ્યારે અન્ય વેદશાખાના ભૂદેવો માટે પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને અલગ તારીખ નક્કી કરવામાં આવી છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26 ઓગસ્ટે જનોઈ બદલશે ઋગ્વેદી બ્રાહ્મણો માટે 26 ઓગસ્ટ, બુધવારનો દિવસ જનોઈ બદલવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી…

Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ થયો છે. જ્યાં ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાને ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી…