International Fleet Review: દ્રૌપદી મુર્મુ કરશે કાફલાને સલામી, MiG-29K, HAL Tejas અને Boeing P-8I ઉડાન ભરશે
વિશાખાપટ્ટનમના દરિયા કિનારે યોજાઈ રહેલા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ (IFR)માં આજે ભારતીય નૌકાદળ પોતાની વધતી જતી સમુદ્રી શક્તિનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વદેશી યુદ્ધ જહાજ INS સુમેધા પરથી બંગાળની ખાડીમાં આંતરરાષ્ટ્રીય કાફલાનું નિરીક્ષણ કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં ભારત સહિત 70થી વધુ દેશોના જહાજો અને સબમરીન ભાગ લઈ રહ્યા છે. 50થી વધુ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર દ્વારા ફ્લાય-પાસ્ટ કરવામાં આવશે, જેમાં MiG-29K, HAL તેજસ, Boeing P-8I અને Sea King હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. નૌકાદળના MARCOS કમાન્ડો ખાસ યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ ભારતની દરિયાઈ રાજદ્વારી અને લશ્કરી શક્તિ બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિલન 2026 જેવી વૈશ્વિક નૌકાદળ કસરત સાથે યોજાતું આ આયોજન ભારતના વધતા વૈશ્વિક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. Follow us On Social…







