રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ…

વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ હોય કે નિર્માણાધીન દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળા, કે પછી ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કાર્ય, ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિકસી રહ્યું છે. આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ   વડનગરના 2500 વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસને સંરક્ષિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું ગત વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹300 કરોડના ખર્ચે બનેલ આ સંગ્રહાલય ભારતનું…

ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે. બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને…

ધનવાડામાં ઘરેલું હિંસા સામે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો; ગ્રામિણ મહિલાઓને અધિકારો અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન

બાવળા તાલુકાના ધનવાડા ગામે સ્થાનિક મહિલાઓને કાયદાકીય રીતે સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ઘરેલું હિંસા પ્રતિબંધક અધિનિયમ, 2005 અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને તેમના બંધારણીય અને કાયદાકીય અધિકારોથી વાકેફ કરી, હિંસા મુક્ત સમાજની દિશામાં જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાના કિસ્સામાં મળતી સરકારી સહાય અને કાયદાકીય પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બાવળા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ અને પ્રોટેક્શન ઓફિસર તન્વી ચાવડાએ ઘરેલું હિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, હિંસા માત્ર શારીરિક અત્યાચાર પૂરતી સીમિત નથી. માનસિક ત્રાસ, આર્થિક શોષણ કે અપશબ્દો બોલવા તે પણ કાયદાકીય રીતે ગુનો બને છે. તેમણે પીડિત…

વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી: સમય, રૂપરેખા અને સૂતકની માહિતી

વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીે થવાનું છે. વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણને ખૂબ મહત્વની ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થશે અને સમય દરમિયાન રાહુ પણ કુંભ રાશિમાં રહેશે, જેના કારણે ગ્રહણ બનશે. સૂર્યગ્રહણ સમયસૂચિ શરૂઆત: 3:26 વાગ્યે વલયાકાર ગ્રહણ શરૂ: 5:12 વાગ્યે પીક ટાઈમ: 5:42 વાગ્યે સમાપ્ત: 7:57 વાગ્યે ભારતમાં દ્રશ્ય આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. ગ્રહણ સાઉથ અમેરિકા, સાઉથ આફ્રિકા, મોરેશિયસ અને એટલાન્ટિક મહાસાગર જેવા પ્રદેશોમાં જોવા મળશે. સૂતક કાળ અને ધાર્મિક મહત્વ જો કે, ભારતમાં ગ્રહણ જોવા માટે ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પહેલાં આશરે 12 કલાક સુધી સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા અને સાવધ રહેવાનું કહેવાય છે. રિંગ ઓફ…

સોમનાથ ખાતે મહાશિવરાત્રીએ ભક્તિ-સેવાનો સુભગ સંયોગ; CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ₹1.08 કરોડનો ચેક અર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રીએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો. દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી. 1951માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવાનો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન:…

રાશિફળ/17 ફેબ્રુઆરી 2026: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્ર થી ધન લાભ થયી શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થયી જશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને…

અંક જ્યોતિષ/17 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

CBSE બોર્ડ એક્ઝામ 2026: 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરીથી આપશે પરીક્ષા, જાણો વિગત

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. આ વર્ષે 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. CBSEએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેઓને ખોટા સમાચાર અને ગેરમાર્ગે દોરતી માહિતીથી સાવધ રહેવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચના પણ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12 માટે પરીક્ષા વિગતો *ધોરણ 10: કુલ 2,508,319 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,408,546, સ્ત્રી: 1,099,773). – પરીક્ષામાં 83 વિષયો આવરી લેવામાં આવ્યા છે. – કુલ 8,075 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત. *ધોરણ 12: કુલ 1,859,551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,027,552, સ્ત્રી: 831,999). – પરીક્ષા 120 વિષયો માટે લેવામાં આવશે.…

તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in