સોમનાથ ખાતે મહાશિવરાત્રીએ ભક્તિ-સેવાનો સુભગ સંયોગ; CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ₹1.08 કરોડનો ચેક અર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રીએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો.

દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.

સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી.

1951માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવાનો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પડકારને અવસરમાં પલટાવવાની વિકસાવેલી કાર્ય સંસ્કૃતિ સોમનાથ ટ્રસ્ટે આ અમૃત વર્ષ સુધીમાં શિવ ભક્તોની દાન સેવા અને જનભાગીદારીથી ચરિતાર્થ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપણાનાં સોમનાથ ટ્રસ્ટનો સોમનાથ દાદાના દર્શને આવેલો “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”નો ધ્યેય પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં નિ:શુલ્ક ભોજન પ્રસાદ સેવાથી સાકાર થયો હતો.

સોમનાથ સ્વાભિમાન પર્વ અવસરે સોમનાથ ટ્રસ્ટે જિલ્લા વહિવટી તંત્રને ખાતરી આપી હતી કે ગમે એટલી સંખ્યામાં ભક્તો આવે, તેમની ભોજન વ્યવસ્થામાં કોઇ કમી નહીં રહે. દેશ ભરના ભક્તો-શ્રદ્ધાળુઓને વહિવટી તંત્રએ દિવસ-રાત ભંડારા ચલાવીને ભોજન પુરુ પાડ્યું હતું અને ભક્તોની સુવિધા માટે સેવાની સરવાણી વહાવી હતી.

આ ભંડારાના રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર ચાવડાએ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કર્યો હતો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…

Blood : લખતરના ઉટેશ્વર મંદિરે અનોખી સેવા: રક્તદાન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, Humanitarian Triumph

REPORTER :  Dharmendrasinh Zala લખતરના ઉટેશ્વર મહાદેવ મંદિરે અનોખી સેવા: Blood ડોનેશન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, બોટલો ઘટી પડી! લખતર Blood : શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ લખતર તાલુકામાં યોજાયો હતો. લખતર અને સદાદ ગામની સીમ વચ્ચે આવેલા સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના મંદિર ખાતે સદાદ ઉટેશ્વર સમિતિ અને લાઈફ લાઈન Blood સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી મહા Blood ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Blood ડોનેશન કેમ્પ દરમિયાન આશરે 67 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે રક્તદાન કરવા માટે લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે આયોજકો દ્વારા લાવવામાં…