ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે.

બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં પથદર્શક સાબિત થશે.

​આ નવી સુવિધાઓ ગુજરાતની આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અત્યાધુનિક સાધનોના ઉમેરાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.

આ લોકાર્પણ સમારોહમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, સ્થાનિક ધારાસભ્યઓ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

 

Related Posts

Khedbrahma Navratri Aatham Celebrations 2026: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આઠમનો ભવ્ય હવન.. Spiritual

ખેડબ્રહ્મામાં Aatham નિમિત્તે શ્રી અંબિકા માતાજી મંદિરે ભવ્ય હવનનું આયોજન, દર્શન માટે ઉમટ્યા ભક્તો ખેડબ્રહ્મામાં Aatham પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, અંબિકા માતાજીના દર્શન અને હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આઠમના પવિત્ર અવસરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે શ્રી અંબિકા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના દર્શન કરવા અને હવનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, શ્રદ્ધા અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આઠમના પવિત્ર દિવસે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર…

Central Government Diwali Festival Bonanza 2026: નવરાત્રિમાં કેન્દ્રના ૩ મોટા નિર્ણયો! જાણો તમને શું મળશે ફાયદો? Misconception..

નવરાત્રિમાં કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ! 11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, દિવ્યાંગ પેન્શન સહિત 3 મોટા નિર્ણયો Diwali Government Decisions 2026: તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો ચર્ચામાં છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ, EPFO હેઠળ સામાજિક સુરક્ષાનું કવરેજ વધારવા માટે પગાર મર્યાદામાં ફેરફાર અને દિવ્યાંગતા સંબંધિત પેન્શનના નિયમો જેવા મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાતથી લાખો પરિવારોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. જોકે, આ ત્રણેય મુદ્દાઓની સ્થિતિ અલગ છે. રેલવે બોનસ અંગે તાજેતરમાં મંજૂરીના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે EPFOની પગાર મર્યાદા અને દિવ્યાંગ પેન્શન અંગેના નિયમો માટે સંબંધિત સત્તાવાર જાહેરાત અને પાત્રતાની શરતો સમજવી જરૂરી…