રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ અંતર્ગત 661 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાના ફેઝ-2 કાર્યરત થવાથી અંદાજિત 2,91,577 નાગરિકોને માથાદીઠ 100 લીટર જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં 95 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું… Spiritual 5

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું, અમદાવાદમાં ઈશાની દવે અને ‘ગ્રેટ ખલી’ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા Surat : ગુજરાતમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. Suratમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે ‘ડાકોરના ઠાકોર’ ગીત ગાઈને ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ પોતાના ગીતો પર ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. આ ઉપરાંત રેસલિંગની દુનિયામાં જાણીતા ‘ગ્રેટ ખલી’ પણ ખેલૈયાઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગોએ નવરાત્રિની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. -> Suratમાં હર્ષ સંઘવીએ ગાયું ‘ડાકોરના ઠાકોર’ : Suratમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે…