BIGG BOSS BLAST: Jio Hotstar પર જોવા મળશે એકસાથે 6 એડિશન, શું તમે તૈયાર છો?

BIGG BOSS : મુંબઈ: ભારતીય ટેલિવિઝન અને ઓટીટી જગતના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાં ગણાતા ‘બિગ બોસ’ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચર્ચા એવી છે કે સપ્ટેમ્બર 2026થી જીઓસ્ટાર પ્લેટફોર્મ પર ‘બિગ બોસ’ના એક નહીં, પરંતુ કુલ 6 અલગ-અલગ એડિશન એકસાથે શરૂ થઈ શકે છે. જો આ આયોજન સાકાર થશે તો ભારતીય રિયાલિટી શોના ઇતિહાસમાં આ સૌથી મોટો અને અનોખો પ્રયોગ ગણાશે. જોકે, આ અંગે હજી સુધી જીઓસ્ટાર અથવા શોના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં આ સમાચારને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું છે આખો મામલો? તાજેતરમાં મનોરંજન ક્ષેત્રના વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જીઓસ્ટાર…