LPG ગ્રાહકો માટે મોટા સમાચાર: e-KYCની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાઈ
દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આધાર આધારિત e-KYC અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવવામાં આવી છે. અગાઉ 23 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને હવે 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આ અંગે ડીલરોને જાણ કરવામાં આવી છે. ગ્રાહકોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલીથી બચવા માટે સમયસર e-KYC પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. 31 ઓગસ્ટ છે નવી અંતિમ તારીખ જે ઘરેલુ LPG ગ્રાહકોની e-KYC પ્રક્રિયા હજુ બાકી છે, તેમના માટે 31 ઓગસ્ટ 2026 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ આ પ્રક્રિયા માટે અલગ-અલગ સમયમર્યાદા જાહેર થયા બાદ તેને તબક્કાવાર લંબાવવામાં આવી હતી. હવે 31 ઓગસ્ટને અંતિમ સમયમર્યાદા તરીકે જણાવવામાં આવી રહી…
Bharat Petroleum Corporation Limited પર ₹1,817 કરોડનો ટેક્સ ઓર્ડર, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની કાર્યવાહી
સરકારી તેલ કંપની Bharat Petroleum Corporation Limited (BPCL)ને કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસ તરફથી આશરે ₹1,816.65 કરોડની ટેક્સ માંગણીનો આદેશ મળ્યો છે. શેરબજાર બંધ થયા બાદ આ માહિતી જાહેર થતાં આવતીકાલે બજાર ખુલતાં BPCLના શેર પર દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે વિવાદ? આ મામલો સપ્ટેમ્બર 2004થી મે 2010 સુધીના સમયગાળાનો છે અને તે સમયે અલગ કંપની રહેલી Kochi Refineries Limited (KRL) અને BPCL વચ્ચેના ટ્રાન્ઝેક્શન વેલ્યુના મૂલ્યાંકન સાથે સંબંધિત છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ “સંબંધિત પક્ષો” (related parties) હતી, તેથી એક્સાઇઝ ડ્યુટીની ગણતરી માટે દર્શાવાયેલ ‘રિફાઇનરી ગેટ પ્રાઈસ’ માન્ય નથી. વિભાગે સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકન નિયમો હેઠળ નવેસરથી ગણતરી કરીને માંગણી ઉભી કરી છે. ટેક્સ ઓર્ડરની…








