અમેરિકા : સાન ફ્રાન્સિસ્કો સહીત બે જગ્યા પર ભૂકંપના જોરદાર આંચકા, સાન રામોનમાં 14 આંચકા નોંધાયા
અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. યુ.એસ. જીઓલોજિકલ સર્વે (USGS) ના ડેટા અનુસાર, સાન રામોન અને આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં એકસાથે 14 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા, જેના કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો. તીવ્ર ભૂકંપનું કેન્દ્ર સોમવારે સવારે 7 વાગ્યે સૌથી શક્તિશાળી આંચકો 4.2 તીવ્રતાનો નોંધાયો, જે સાન રામોનના દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. આ અસર ઓકલેન્ડ, રિચમંડ, સાન લેઆન્દ્રો અને હેવર્ડ સુધી અનુભવાઈ. સાન ફ્રાન્સિસ્કોના ગ્લેન પાર્ક અને નોપા વિસ્તારમાં રહેનાર લોકોએ બારીઓ ધ્રૂજતી હોવાનું જણાવ્યું. બીજાં આંચકાઓની તીવ્રતા 2.5 થી 3.9 વચ્ચે નોંધાઈ, અને તમામનું કેન્દ્ર સાન રામોનના અલ્કોસ્ટા બુલેવાર્ડની આસપાસ હતું. આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી ભૂકંપના આંચકા અનુભવતો રહ્યો છે. ગત નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં 87 જેટલા આંચકા નોંધાયા…







