લોનના નાણાંની કથિત હેરાફેરીનો કેસ, RCOM સામે EDની મોટી કાર્યવાહી

રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. એજન્સીએ નવી દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ PMLA કોર્ટમાં સપ્લિમેન્ટરી પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ દાખલ કરી છે. આ કાર્યવાહી 27 માર્ચ, 2026ના રોજ દાખલ કરવામાં આવેલી મૂળ પ્રોસિક્યુશન ફરિયાદ બાદની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. EDની તપાસનો આધાર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની બેન્કિંગ સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIR છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓની ફરિયાદોના આધારે CBIએ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરી હતી. માર્ચમાં EDએ પૂર્વ RCOM એક્ઝિક્યુટિવ પુનિત ગર્ગ અને અન્ય સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. લોનના નાણાંના કથિત દુરુપયોગનો આરોપ EDના જણાવ્યા અનુસાર,…

OTP શેર કરવાથી ફ્રોડની જવાબદારી ગ્રાહકની, બેન્‍ક નહીં: કન્‍ઝયુમર કમિશનનો નિર્ણય

ડિસ્ટ્રિક્ટ કન્‍ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કમિશનનો કહેવું છે કે જો ગ્રાહકે પોતે છેતરપિંડી કરનાર સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા બેન્‍ક વિગતો શેર કરી હોય, તો આવી પરિસ્થિતિમાં બેન્‍કને દોષી ઠેરવી શકાતું નથી. ફરિયાદીના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૨માં તેણે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનું પ્રયાસ કર્યું અને ઇમેઇલમાં મળેલી લિંક પર કિલક કરી, કાર્ડની વિગતો અને HDFC બેન્‍કનો OTP શેર કર્યો. થોડી જ વાર પછી તેની પાસે ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાની સૂચના આવી, જયારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયું હતું. ફ્રોડના તાત્કાલિક જાણ કરતા બેન્‍ક અને પોલીસના સાઇબર સેલનો સંપર્ક કરવામાં આવ્યો. બેન્‍કે જણાવ્યુ કે OTP માન્ય હોવાથી ટ્રાન્ઝેક્શન સેફ મોડમાં થયું અને મદદ કરવી શક્ય નથી. કમિશને આ દલીલને…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન  જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ…

126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે 126 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગુજરાત સહિત દેશના 27 રાજ્યોમાં 460 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. નકલી એપ અને વોટ્સએપ ગ્રુપથી ફસાવાતા રોકાણકારો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોને સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. બાદમાં ભોગ બનનારાઓને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતી હતી. આ એપ મારફતે: રજીસ્ટ્રેશન, લોગિન અને વેરિફિકેશન કરાવવામાં આવતુ શેર ટ્રેડિંગ માટે વિવિધ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવાતાં વોલેટમાં ખોટો, જંગી નફો બતાવવામાં…

SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે જો તરત આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે, તો YONO મોબાઈલ એપ બ્લોક કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે એક અજાણી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેને ઇન્સ્ટોલ કરવા માટે દબાણ કરવામાં આવે છે. હકીકતમાં આ મેસેજ સંપૂર્ણ નકલી છે અને સાયબર ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવા માટે રચાયેલ જાળ છે. SBIની સત્તાવાર ચેતવણી SBIએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બેંક ક્યારેય WhatsApp, SMS અથવા કોલ દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ મોકલતી નથી અને ન તો…

અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે આ ગેરરીતિનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં કોમર્સ એજ્યુકેશન અને કોર્સના બુક્સ માટે એડવાન્સ પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ સામે આવી, અને કર્મચારી ઓડિટમાં હાજર ન રહ્યો. પૂછપરછમાં તેણે સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં લીધાં. આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના બેંક ફ્રોડનો ખુલાસો થયો છે. 6 સ્થળે દરોડા, 3 કંપનીઓ રડાર પર EDએ અમદાવાદ શહેરમાં છ જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓ ત્રણ ટેક્સટાઇલ કંપનીઓના ઓફિસ, વેરહાઉસ અને સંબંધિત સ્થળો પર કરવામાં આવ્યા. તપાસ દરમિયાન EDએ મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કમ્પ્યુટર સાબૂત એકત્ર કર્યા છે. ₹3 કરોડના દાગીના અને ₹23 લાખની FD ફ્રીઝ આ કાર્યવાહી દરમિયાન EDએ અંદાજિત ₹3 કરોડના સોના અને હીરાના દાગીના, ₹23 લાખની ફિક્સ ડિપોઝિટ (FD), મોટી સંખ્યામાં નાણાકીય દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા અને સોસાયટી રેકોર્ડ જપ્ત કર્યા છે. આ તમામ…