OTP શેર કરવાથી ફ્રોડની જવાબદારી ગ્રાહકની, બેન્‍ક નહીં: કન્‍ઝયુમર કમિશનનો નિર્ણય

ડિસ્ટ્રિક્ટ કન્‍ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કમિશનનો કહેવું છે કે જો ગ્રાહકે પોતે છેતરપિંડી કરનાર સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા બેન્‍ક વિગતો શેર કરી હોય, તો આવી પરિસ્થિતિમાં બેન્‍કને દોષી ઠેરવી શકાતું નથી.

ફરિયાદીના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૨માં તેણે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનું પ્રયાસ કર્યું અને ઇમેઇલમાં મળેલી લિંક પર કિલક કરી, કાર્ડની વિગતો અને HDFC બેન્‍કનો OTP શેર કર્યો. થોડી જ વાર પછી તેની પાસે ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાની સૂચના આવી, જયારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયું હતું.

ફ્રોડના તાત્કાલિક જાણ કરતા બેન્‍ક અને પોલીસના સાઇબર સેલનો સંપર્ક કરવામાં આવ્યો. બેન્‍કે જણાવ્યુ કે OTP માન્ય હોવાથી ટ્રાન્ઝેક્શન સેફ મોડમાં થયું અને મદદ કરવી શક્ય નથી. કમિશને આ દલીલને માન્ય રાખ્યું અને કહ્યું કે ગ્રાહકની બેદરકારીને કારણે થયેલા નુકસાન માટે જવાબદારી ગ્રાહકની રહેશે, RBIના નિયમો અનુસાર.

આ ચુકાદો તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ સંકેત છે કે OTP કે અન્ય સંવેદનશીલ માહિતી કોઈ સાથે ક્યારેય શેર ન કરવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…