ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, અનેક મકાનો થયા બળીને ખાખ

જંગલોમાં આગના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિનાશક રૂપ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે કે આગ બે રાજ્યોમાં ફેલાઈ ગઈ છે અને લગભગ 40 ઘરો નાશ પામ્યા છે. અધિકારીઓએ એ પણ અહેવાલ આપ્યો છે કે આગમાં એક ફાયર ફાઇટરનું મોત થયું છે. ગ્રામીણ ફાયર સર્વિસ કમિશનર ટ્રેન્ટ કર્ટિને જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ન્યુ સાઉથ વેલ્સના બુલાહડેલાહ શહેર નજીક જંગલની આગ સામે લડી રહ્યા હતા ત્યારે એક ઝાડ પડતાં ૫૯ વર્ષીય ફાયર ફાઇટરનું મોત નીપજ્યું હતું. આગને કારણે ૩,૫૦૦ હેક્ટર જંગલ બળી ગયું છે અને અનેક ઘરોનો નાશ થયો છે. કર્ટિને જણાવ્યું હતું કે ફાયર ફાઇટર ગંભીર રીતે ઘાયલ થયો…