અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારશે નહીં. અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, “નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને અઢળક પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. અહીં હું આ સફરને વિરામ આપું છું. આ એક અદભૂત સફર રહી છે.” તેમણે આગળ જણાવ્યું કે, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે.…