ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી : કચ્છમાં પાકિસ્તાની બોટ પકડી, 11 માછીમારો કસ્ટડીમાં
કચ્છની દરિયાઈ સરહદે ફરી એક વખત સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. અરબ સાગરમાં રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીક એક શંકાસ્પદ બોટ કબ્જે લીધી. તપાસમાં જાણવા મળ્યું કે બોટ પાકિસ્તાનની ‘અલવલી’ હતી અને તેમાં 11 પાકિસ્તાની માછીમારો, જેમાં બે સગીર પણ સામેલ છે, સવાર હતા. પ્રાથમિક તપાસમાં કોઈ હથિયાર, નશીલા પદાર્થો અથવા વાંધાજનક સામાન મળ્યો નથી. છતાં સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ ટાળી ન દેવા વધુ પૂછપરછ કરી રહી છે. માછીમારો દિશા ભટકી ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાની શક્યતા છે, પણ તપાસ ટીમ તમામ ટેકનિકલ ડેટા — GPS, રૂટ અને સંદેશાવ્યવહાર સાધનોની વિગતવાર તપાસ કરી રહી છે. પકડી પાડવામાં આવેલો જૂથ હાલ જખૌ પોર્ટ ખાતે કસ્ટડીમાં છે, જ્યાં મરીન પોલીસ અને વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંયુક્ત…
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. તેમણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલ ડિપ્રેશન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલ ગોવાથી 450 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી 430 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ હાલ ભારતીય દરિયાકાંઠા પર…
દક્ષિણ ભારતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ રહેશે સૂકું
ભારતના દક્ષિણ રાજ્યો માટે આગામી દિવસો ભારે વરસાદ લઈને આવી રહ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન તંત્ર દેશના દક્ષિણ ભાગ માટે પડકારરૂપ બનવાનું સંકેત આપે છે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર ભારત માટે હાલ કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા: શું છે હાલની પરિસ્થિતિ? – દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. – આગામી 48 કલાકમાં તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે (18–19 ઓક્ટોબર દરમિયાન). – 20 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશન કે પછી સાયક્લોનિક સ્ટોર્મમાં પણ ફેરવાઈ શકે છે. – હાલના IMDના અનુમાન મુજબ, આ ચક્રવાત ઓમાન કે સોમાલિયા તરફ આગળ વધે તેવી સંભાવના છે, એટલે કે ભારતના કિનારાથી લેન્ડફોલ થવાની શક્યતા ઓછી છે. ક્યા…









