દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે છે. લોકો રસ્તા પર ઉતર્યા – ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન દિલ્હીની હવામાં વધતા ઝેર સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇન્ડિયા ગેટ પર અનેક નાગરિકો અને રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો. પરંતુ, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇન્ડિયા ગેટ વિરોધ માટે માન્ય સ્થળ નથી, તેથી જંતર-મંતર તરફ જવાની સૂચના આપવામાં આવી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરનો આરોપ વિરોધ દરમિયાન આમ આદમી…