વડાપ્રધાન મોદીના વિઝનને આગળ વધારતું ‘Amul AI’, પશુપાલનમાં ટેકનોલોજીનો સમાવેશ

ભારતના ડેરી ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ શરૂ થઈ છે. અમૂલના AI સહાયક, “સરલાબેન”, ડેરી ખેડૂતો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યા છે. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળતાની વાર્તા સંભળાવી. નીલેકણીએ સમજાવ્યું કે કેવી રીતે પીએમ મોદીના એક જ પ્રશ્ને ફક્ત 34 દિવસમાં એપ્લિકેશનને વાસ્તવિકતામાં ફેરવી દીધી. સમિટમાં, નીલેકણીએ કહ્યું, “8 જાન્યુઆરીએ, જ્યારે મેં પીએમ મોદી સાથે ખેડૂતો માટે એઆઈના ઉપયોગ અંગે ચર્ચા કરી, ત્યારે તેમણે પૂછ્યું, ‘આપણે ગાય અને પશુધન પર એઆઈ કેમ લાગુ ન કરી શકીએ? જો ગાય બીમાર હોય, તો તે પોતે કહી શકતી નથી. આપણે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ?’ પીએમએ કૃષિ અને ડેરીમાં એઆઈના ઉપયોગ માટે પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો.” તે જ દિવસે, પીએમઓએ…

વિશ્વભરમાં અમૂલનો વાગ્યો ડંકો, વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની

રાજ્યના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતની પ્રખ્યાત ડેરી સહકારી સંસ્થા “અમૂલ”ને વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ સત્તાવાર જાહેરાત કતારના દોહા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. અમૂલને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ સન્માન ઇન્ટરનેશનલ કોઓપરેટીવ મોનીટર દ્વારા વર્લ્ડ કોઓપરેટીવ મોનીટર 2025 દરમિયાન આપવામાં આવ્યું છે. અમૂલના આ અદ્ભૂત સફળતાએ ભારતીય ડેરી ઉદ્યોગ અને પશુપાલકો માટે ગૌરવનો ક્ષણ સર્જ્યો છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in