રક્ષાબંધન પર મહિલાઓને મોટી ભેટ: AMTS બસમાં ફ્રી મુસાફરી, 15 વર્ષ સુધીના બાળકોને પણ ટિકિટ નહીં
રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મહિલાઓ અને બાળકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે શહેરની મહિલાઓને AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ સાથે 15 વર્ષ સુધીના બાળકોને પણ આ દિવસે બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. AMTSના આ નિર્ણયથી રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા જતા પરિવારોને મુસાફરીના ખર્ચમાં મોટી રાહત મળશે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ કરી શકશે ફ્રી મુસાફરી રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અવરજવર કરતી હોય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરનારા મુસાફરોની સંખ્યા તહેવારના દિવસે વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને…
અમદાવાદઃ i-pass એપથી AMTS/BRTSમાં કન્સેશન પાસની સરળ પ્રક્રિયા શરૂ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવી સેવા 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડશે. વિદ્યાર્થીઓ માટે સુવિધા અત્યારે, વિદ્યાર્થીઓને કન્સેશન પાસ મેળવવા માટે AMTSના સેન્ટરો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ નવી ઓનલાઈન વ્યવસ્થા દ્વારા હવે આ મુશ્કેલી દૂર થશે. AMTS આ સેવા AMCની ‘i-pass’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડશે. વિદ્યાર્થીઓ: – એપ્લિકેશન પર ફોર્મ ડાઉનલોડ કરશે – જરૂરી પુરાવાઓ અપલોડ કરશે – OTP સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા પછી AMTSના અધિકારી પાસ મંજૂર કરશે – મંજૂરી મળ્યા પછી, વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકે છે અને મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. ફિઝિકલ પાસની સુવિધા…








