અમિત શાહના જન્મદિવસે KN યુનિવર્સિટીમાં મેગા હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિર…
અમિત શાહના જન્મદિવસે KN યુનિવર્સિટીમાં મેગા હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિર યોજાઈ: બિપિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નિષ્ણાત તબીબોએ આપી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અમદાવાદ: KN માનવસેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વના હેતુ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કે. એન. યુનિવર્સિટી ખાતે મેગા હેલ્થ ચેકઅપ અને સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. K N Group of Institutions અને KN University દ્વારા ‘KN Lifecare Mission 2026’ અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને વિવિધ સોસાયટીઓના પરિવારો જોડાયા હતા. શિબિરમાં નિષ્ણાત તબીબોની ટીમે લોકોને વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ પટેલ (ગોતા ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તબીબો, રક્તદાતાઓ તથા આયોજક ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. -> અમિત શાહના…






