સુભાષબ્રિજ RTO માં મોટો ફ્લોપ શો! કાર ટેસ્ટમાં માત્ર 25% જ પાસ!

AHMEDABAD : ના સુભાષબ્રિજ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા હવે અરજદારો માટે વધુ પડકારજનક બની રહી છે. ખાસ કરીને ફોર-વ્હીલર એટલે કે કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યાં આશરે 40 ટકા અરજદારો કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં સફળ થતા હતા, ત્યાં નવા અત્યાધુનિક અને AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ પાસ થવાનો દર અંદાજે 20થી 25 ટકા સુધી ઘટ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુભાષબ્રિજ ખાતે નવા RTO અને આધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સચોટ બનાવવાનો છે. AI આધારિત પ્રક્રિયામાં ટેસ્ટ દરમિયાન RFID, કેમેરા અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ…