PSI ભરત પંડ્યાએ નશામાં ત્રાગડ પાસે કર્યો અકસ્માત… Safety 2026
PSI ભરત પંડ્યાએ નશામાં ત્રાગડ પાસે અકસ્માત કર્યો: કારમાંથી 9 બોટલ મળી હોવાનો દાવો, મીડિયા સામે રોફ જમાવી ભાગ્યાના આક્ષેપ PSI અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસ અધિકારી સામે જ નશામાં વાહન ચલાવવાનો આરોપ લાગતાં પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. ‘M’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહેવાલો મુજબ ત્રાગડ રબારીવાસના નાકા પાસે તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોએ PSI પંડ્યા નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -> ત્રાગડ પાસે અકસ્માત બાદ લોકો એકઠા થયા : પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદના ત્રાગડ રબારીવાસના…






