2026 : શું ગ્રાહકો સાથે થાય છે છેતરપિંડી? તોલમાપ વિભાગની કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા

પંકજ મકવાણા (Reporter) : અમદાવાદ: ગ્રાહકોને યોગ્ય વજન, યોગ્ય માપ અને પારદર્શક વેપાર મળે તે માટે કાર્યરત કાનૂની માપવિજ્ઞાન (તોલમાપ) વિભાગની એક વર્ષની કામગીરીના સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જૂન-2025થી જૂન-2026 દરમિયાન અમદાવાદના તોલમાપ વિભાગે નિયમભંગ બદલ 772 પ્રોસિક્યુશન કેસ નોંધ્યા છે, જ્યારે ચકાસણી અને મુદ્રાંકન ફી તરીકે રૂ. 5.05 કરોડથી વધુની આવક નોંધાઈ છે. આ ઉપરાંત નિયમોના ઉલ્લંઘન બદલ વેપારીઓ પાસેથી રૂ. 21.79 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આ માહિતી કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, અમદાવાદ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એક વર્ષમાં 5 કરોડથી વધુની ચકાસણી ફી તોલમાપ વિભાગ દ્વારા દર વર્ષે વેપારીઓના વજનમાપ સાધનો, ઇલેક્ટ્રોનિક કાંટા, પેટ્રોલ પંપ મશીનો, વેપારી ત્રાજવા સહિત…