Ahmedabadમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા Dynamic Growth

અમિત શાહ ગુજરાતમાં: Ahmedabadમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા Ahmedabad: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના મોટા આયોજનને લઈને તૈયારીઓ વધુ તેજ બની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે Ahmedabadમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી, જેમાં ભારતની 2036 ઓલિમ્પિક યજમાની માટેની દાવેદારી તેમજ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીઓનો પણ સમાવેશ થયો હતો.આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. -> Ahmedabad બનશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ : Ahmedabad છેલ્લા કેટલાક વર્ષોમાં રમતગમતના ક્ષેત્રે ઝડપથી આગળ…