રાજ્યમાંથી ઠંડી થઈ રહી છે ગાયબ, માર્ચ સુધીમાં પારો 40 પર પહોંચશે?
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે, લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન હવે 10ની ઉપર નોંધાઈ રહ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો 35ને પાર કરી રહ્યો છે. આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતમાં ક્યાંય માવઠાની કે કોઈ મોટી ચેતવણીની સંભાનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે બપોરે જે આગાહી કરી હતી તેમાં ત્રણ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની આગાહી કી હતી. જોકે, આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આમ…







